કોરોનાના કેસ ઘટતા રૂપાણી સરકારે આ ઉદ્યોગ-ધંધાને ખોલવાની આપી છૂટ, જાણો સરકારે નવી કઈ-કઈ છૂટછાટ આપી
અત્યાર સુધી રાજ્યમાં કૂલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કર્ફ્યૂની છૂટમાં વધારો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને 24 જૂનના રોજ યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા છે. તે મુજબ આઠ મહાનગરપાલિકાઓ સહિત 18 શહેરોમાં લાગુ રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
હવે રાજ્યના 18 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અત્યાર સુધી રાજ્યમાં કૂલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે.
આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તો હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં હવે 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. જ્યારે અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે.
સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહેવા સરકારે છૂટ આપી છે. તો લાયબ્રેરીની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. હવેથી એસટી બસોમાં 75 ટકા મુસાફરોને બેસાડી શકાશે. જ્યારે પાર્ક અને બગીચા રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજ્યના સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.
18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઈ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.
PM Modi JK Leaders Meeting: જમ્મુ-કાશ્મીરને લઈ પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ