શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર, કોરોનાના કેસ ઘટતા ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શનની માગ ઘટી
રાજ્યમાં ઓક્સિજનના પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત આંશિક ઘટાડો થઈ રહ્યો છે. અને કોરોનાના કેસ ઘટવાની સાથે ઓક્સિજન તેમજ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવિપિરાવીર ટેબલેટ જેવી દવાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે.
રાજ્યમાં ઓક્સિજનના પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો નોંધાયો છે. મેડિકલ ઓક્સિજનની માગ સપ્ટેમ્બરમાં ૨૪૦ મેટ્રિક ટન પ્રતિ દિવસ હતી. તે ઓક્ટોબર અંતમાં ઘટીને ૧૩૫ મેટ્રિક ટન પ્રતિ દિવસ નોંધાઇ છે અને પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળ્યો છે.
એ જ રીતે મોડરેટ સીવિયર કોવિડ-૧૯ના દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન જે સપ્ટેમ્બરમાં વપરાશ ૧ લાખ ૮૦ હજાર હતો. તેનો ઓક્ટોબરમાં ઓપન માર્કેટમાં વપરાશ ફક્ત ૮૩ હજાર ઇન્જેક્શનનો રહ્યો છે જ્યારે રાજ્ય સરકારની હોસ્પિટલોમાં ૪૦ હજારનો વપરાશ હતો તે ઘટીને ૩૦ હજાર ઇન્જેક્શન જેટલો થયો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154, વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈકાલે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion