શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કેસોએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધીના હાઈએસ્ટ કેસ મંગળવારે નોંધાયા, જાણો ચોંકાવનારા આંકડા

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે. ગઈકાલે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 

આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી છે. આ સ્થિતિએ હાલ રાજ્યમાં પ્રતિ કલાકે ૭૨ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. ૭ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૮ હજારને પાર થયો છે.

ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો        ૨૩ માર્ચ       એક્ટિવ કેસ

સુરત          ૫૭૭          ,૬૧૪

અમદાવાદ    ૫૦૯          ,૭૧૫

વડોદરા       ૧૬૨           ૯૧૪

રાજકોટ       ૧૪૦            ૫૮૯

જામનગર      ૩૬             ૧૮૮

ગાંધીનગર      ૩૬            ૧૮૮

ભાવનગર      ૩૧            ૨૨૯

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસની સ્થિતિ

તારીખ             દૈનિક કેસ      એક્ટિવ કેસ

૨૩ ફેબુ્રઆરી         ૩૪૮        ,૭૮૬

૨૮ ફેબુ્રઆરી         ૪૦૭        ,૩૬૩

૫ માર્ચ                ૫૧૫        ,૮૫૮

૧૨ માર્ચ              ૭૧૫        ,૦૦૬

૧૯ માર્ચ             ,૪૧૫       ,૧૪૭

૨૩ માર્ચ             ,૭૩૦       ,૩૧૮

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142,  રાજકોટ  કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18,  ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84,  સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget