શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ જગ્યાએ જાણીતા બેન્ડ સાથે દેશભક્તિના ગીતો વગાડી લોકોને ઘરમાં રહેવાની પોલીસે કરી અપીલ, જાણો
હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે જોકે લોકો હજુ પણ લોકડાઉનનું ગંભીતાપૂર્વક પાલન કરી રહ્યાં નથી. એકબાજુ પોલીસ જાહેરનામાનું કડકાઈથી પાલન કરાવી રહી છે.
કચ્છઃ હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું એટલે 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે જેને લઈને લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યો છે જોકે અમુક લોકો લટાર મારવા ઘરની બહાર નીકળતાં હોવાથી પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે જોકે અમુક લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે જેમની પર પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે કચ્છમાં અનોખી રીતે પોલીસે ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
ભુજમાં લોકો હજુ પણ લોકડાઉનનું ગંભીતાપૂર્વક પાલન કરી રહ્યાં નથી. એકબાજુ પોલીસ જાહેરનામાનું કડકાઈથી પાલન કરાવી રહી છે. જોકે ભુજના જાણીતા પોલીસ બેન્ડ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર દેશ ભક્તિના ગીતો વગાડીને લોકોને લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોડે સવાર પોલીસ તથા ડ્રોન વડે પણ નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં કુલ 70 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં કચ્છમાં પણ 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion