શોધખોળ કરો
Advertisement
મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો
ગુજરાતમાં હાલ કોરોનાના કારણે હાહાકાર મચી ગયેલો છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે
અમદાવાદ. ગુજરાતમાં હાલ કોરોનાના કારણે હાહાકાર મચી ગયેલો છે ત્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લકડાઉનનો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે, ત્યારે નાગરિકો સ્વયંશિસ્તમાં રહે તે જરૂરી છે. શિવાનંદ ઝાએ મરકઝમાંથી આવેલા લોકો વિશે વાત કરતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 110 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી 16 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 2, છોટાઉદેપુરના ત્રણ અને જૂનાગઢના 11 લોકો મળીને કુલ 126 લોકોની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી છે. જેમાંથી અમદાવાદના પાંચ સહિત છોટાઉદેપુરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ 102 ગુનો નોંધવામાં આવ્યાં છે. શિવાનંદ ઝાએ લોકોને ખોટા સંદેશ વાયરલ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક દિવસ પહેલાં જ આ મામલે 14 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત મુજબ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન તથા સીસીટીવી સર્વેલન્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ડ્રોન સર્વેલન્સ અંતર્ગત અત્યાર સુધીમાં 388 ગુના નોંધવામાં આવ્યા છે. આ અંતર્ગત 3601 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી અંતર્ગત 188 ગુના નોંધવામાં આવ્યા છે અને 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1,398 ગુના, ક્વોરન્ટીન ભંગ બદલ 577 લોકો તેમજ અન્ય 81 એમ કુલ 2,056 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 3,420 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 8,718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement