શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ફરી કોરોના વકર્યો, છેલ્લા અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસ 30 ટકા વધી ગયા, દિવસના કોરોનાના કેસોનો આંકડો જોઈને ચોંકી જશે
રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક 2,68,571 છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા 2274 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ઉથલો માર્યો હોય એવી સ્થિતી છે અને કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગુરૂવારે એક મહિના પછી કોરોનાના કેસોએ 400નો આંક વટાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના 424 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ 1991 એક્ટિવ કેસ છે જ્યારે 35 દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ પહેલાં એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં 1696 એક્ટિવ કેસ હતા. આમ, એક્ટિવ કેસના પ્રમાણમાં અંદાજે 30 %નો વધારો થયો છે. બરાબર એક મહિના બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંક 400ને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક ગુજરાતમાં 4408 જ્યારે અમદાવાદમાં 2311 છે.
રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક 2,68,571 છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા 2274 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા 89 કેસ સાથે મોખરે છે. વડોદરા શહેરમાં 79 જ્યારે ગ્રામ્યમાં 10 નવા કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion