શોધખોળ કરો

Gujarat Corona: રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત

હાલ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણનાં મોત થયા છે.

Gujarat Corona: હાલ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી ત્રણનાં મોત થયા છે. કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં  હાલ એક્ટિવ કેસ 2056 જ્યારે 6 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260  કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ રિકવર થયાં છે. છેલ્લા 24 કલાકમાં  અમદાવાદ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે.7 એપ્રિલે  રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મોત નિપજ્યાં છે.

કોરોનાના ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં  અમદાવાદમાં સોથી વધુ  83 કેસ નોંઘાયા છે. ગાંઘીનગરમાં 8,  સુરતમાં 36, રાજકોટમાં 9, વલસાડમાં 6,  મહેસાણામાં 10, સાબરકાંઠામાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, આણંદમાં 2, નવસારીમાં 2, જૂનાગઢમાં 1, મોરબીમાં 21, પંચમહાલમાં 1, ખેડામાં 1, ગીર સોમનાથમાં 1, દાહોદમાં 1 અને કચ્છમાં 6 નવા કેસ નોંધાય છે.

છેલ્લા 24 કલાકમાં કેટલા થયા મોત

 રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. હાલ  06 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા  પહોંચ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમા  છેલ્લા એક મહિનામાં જ કોવિડથી  11 વ્યક્તિન મોતને ભેટ્યા છ.. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં  કુલ 11060 લોકોના મોત થયા છે. 

 ભારતમાં ફરી ડરાવા લાગ્યો કોરોના, જાણો ક્યા રાજ્યમાં કેવી છે સ્થિતિ

Coronavirus India Update: હોળી બાદ કોવિડના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બેઠક યોજી હતી.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 6,155 કેસ

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 6,155 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 11 લોકો મૃત્યુ પામ્યા હતા. તો બીજી તરફ 3,253 લોકો સાજા થતા તેમને હો્સ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.. ત્રણ દિવસ બાદ નવા કેસમાં સ્થિરતા જોવા મળી રહી છે. ગુરુવારે 6050 નવા કેસ નોંધાયા હતા, તેની સરખામણીમાં શુક્રવારે તેમાં બહુ ફેરફાર થયો નથી. હાલ દેશમાં 31 હજાર 194 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે, પોઝિડિવિટી દર 5.63% પર પહોંચી ગયો છે.

કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન

બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોવિડ પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગની સાથે સાથે, કોવિડ નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ હતી.

આપણે સાવચેત રહેવું જોઈએ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે આપણે સતર્ક રહેવું પડશે અને બિનજરૂરી ભય ફેલાવવો નહીં. તેમણે તમામ આરોગ્ય મંત્રીઓને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા બેઠક યોજવા વિનંતી કરી હતી. આ દરમિયાન તેમણે સમગ્ર દેશમાં કોવિડને લઈને 10 અને 11 એપ્રિલના રોજ મોકડ્રીલ કરવાની વાત કરી હતી. આ સાથે તમામ આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં 200 થી વધુ કેસ

શુક્રવારે (7 એપ્રિલ) ઉત્તર પ્રદેશમાં 200 થી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડના 232 કેસ સામે આવ્યા છે. આ સાથે યુપીમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા વધીને 991 થઈ ગઈ છે. તેમાંથી 52 કેસ રાજ્યની રાજધાની લખનૌમાં મળી આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget