શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેર માટે ચિંતાનજક સમાચાર: એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પરિવારના સભ્યોની બે અઠવાઠિયા પહેલાં અમદાવાદ અને નડિયાદની ટ્રાવેલી હિસ્ટ્રી સામે આવી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આજે બોટાદ માટે ચિંતાનજર સમાચારા સામે આવ્યા છે. બોટાદમાં આજે નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ શહેરમાં એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બોટાદ શહેરમાં માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના મોટી વાડી વિસ્તારના એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 40 અને 46 વર્ષિય પુરુષ તેમજ 81 અને 38 વર્ષિય મહિલા એમ કુલ 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પરિવારના સભ્યોની બે અઠવાઠિયા પહેલાં અમદાવાદ અને નડિયાદની ટ્રાવેલી હિસ્ટ્રી સામે આવી છે.
બોટાદ શહેરમાં કુલ 64 કેસ નોંધાયા છે જ્યારે 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 57 લોકો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં જોકે હાલ 5 જ એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં દિવસે ને દિવસે પોઝિટિવની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement