શોધખોળ કરો
Advertisement
વિશ્વના 167 દેશો કરતાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે? કોરોનાને લઈ અમદાવાદ કયા નંબર છે? જાણો
સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દરેક દેશોમાં કોરોનાને ફેલાતો કઈ રીતે અટકાવવો તેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જોકો કોરોના અટકવાનું નામ લેતો જ નથી.
સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દરેક દેશોમાં કોરોનાને ફેલાતો કઈ રીતે અટકાવવો તેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જોકો કોરોના અટકવાનું નામ લેતો જ નથી. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોના વાયરસને લઈ ખતરાની ઘંટી સમાન સમાચાર સામે આવ્યા છે. વિશ્વના 167 દેશો કરતાં પણ વધારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે. મુંબઈ બાદ બીજા નંબરે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયેલા છે. અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યામાં 10 હજારને પાર પહોંચી ગઈ છે.
અમદાવાદના લોકો માટે કોરોના વાયરસને લઈ ખતરાની ઘંટી સમાન સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસોનો આંક 10 હજારને પાર પહોંચી ગયો છે. આ સાથે જ અમદાવાદ હવે મુંબઈ બાદ દેશનો માત્ર બીજો એવો જિલ્લો બની ગયો છે જ્યાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. મુંબઇમાં 28,817 કેસ નોંધાઈ ચૂક્યા છે તો અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10 હજારને એક પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 669 પર પહોંચ્યો છે. અમદાવાદમાં હવે ડિસ્ચાર્જ થનારાઓની કુલ સંખ્યા 3 હજાર 864 પર પહોંચી ચૂકી છે. પરંતુ ચિંતાની વાત તે છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં જે કેસ નોંધાયા છે. તેમાંના 73 ટકા કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે અમદાવાદના લોકોએ વધુ સતર્ક બનવાની જરૂર છે કારણે જો લોકો સતર્ક નહીં બને તો કોરોના કેસોમાં સતત વધારો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion