શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 340 નવા કેસ, 20નાં મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9932
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 340 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 282 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 340 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 282 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9932 પર પહોંચી છે અને 606 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં 261, વડોદરા 15, સુરતમાં 32, રાજકોટ 12, ગાંધીનગર 11, પાટણ 1, ગીર સોમનાથ 1, ખેડા 1, જામનગર 1, સાબરકાંઠા 2, અરવલ્લી 1,મહિસાગર 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ સામે આવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 લોકોનાં મોત થયા છે. જેમાંથી 7નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 14 ,સુરતમાં 3,પંચમહાલ આણંદ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9932 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5248 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4035 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 127859 ટેસ્ટ થયા જેમાંથી 9932 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement