શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1052 નવા કેસ, વધુ 22નાં મોત, કુલ પોઝિટિવ કેસ 56874
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1052 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના મોત થયા છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1052 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 1015 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2348 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં- 144, વડોદરા કોર્પોરેશનમાં- 82, સુરત 54, રાજકોટ કોર્પોરેશન- 50, અમદાવાદ 40, સુરેન્દ્રનગર 30, દાહોદ 27, પાટણ 27, ભરૂચ 24, ગાંધીનગર 24, રાજકોટ 24, અમરેલી 22, બનાસકાંઠા- 19, ભાવનગર કોર્પોરેશન 19, વલસાડ 19, મહેસાણા 17, ગીર સોમનાથ 16, જૂનાગઢ કોર્પોરેશન 16, ખેડા 16, નવસારી 16, ભાવનગર 14, વડોદરા 14, જામનગર કોર્પોરેશન 13, આણંદ 12, કચ્છ 12, પંચમહાલ 12, મહીસાગર 11, મોરબી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, જૂનાગઢ 10, સાબરકાંઠા 10, નર્મદા 6, તાપી 6, અકવલ્લી 4, બોટાદ 3, પોરબંદર 3, દેવભૂમિ દ્વારકા 2, જામનગર 2 અને અન્ય રાજ્ય 7 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન -4, સુરત 4, પાટણ 2, વડોદરા કોર્પોરેશન -2, ભાવનગર 1, જુનાગઢ 1, મહેસાણા 1, પંચમહાલ 1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2348 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 13146 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેલ્ટીલેટર પર છે અને 13065 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,67,844 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement