રાજ્યમાં આજે 7803 દર્દીઓ થયા સ્વસ્થ, રિકવરી રેટ 74 ટકાએ પહોંચ્યો, 1.5 લાખથી વધુ લોકોએ લીધી રસી
રાજ્યમાં આજે 7803 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,90,229 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 1,67,977 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના 14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં આજે 7803 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,90,229 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 1,67,977 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656 પર પહોંચી ગયો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદમાં 56, અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188, આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165, ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157, કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128, પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151, વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124 કેસ સાથે કુલ 14352 કેસ નોંધાયા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.