શોધખોળ કરો
Advertisement
Coronavirus Effect: વીજ વપરાશકારો માટે મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ શું કર્ય મોટો નિર્ણય, જાણો
ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફેલાતો જઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફેલાતો જઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. આ સાથે જીવન પણ જાણે થંભી ગયું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરીબો સહિત ગુજરાતના લોકો માટે ગુજરાત સરકાર મદદ કરી રહી છે. ત્યાર મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુ એક મોટો નિર્ણય કર્યો હતો.
કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં હાલની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઈબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેક્શન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.
વિજય રૂપાણીએ આ જાહેરાત કરતા વધુમાં કહ્યું હતું કે, હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકો જેમને જીઈબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીક્સ ચાર્જી લેવામાં આવશે નહીં, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોર કમિટીની મળેલી આ બેઠકમાં ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વરિષ્ઠ સચિવોએ સર્વગ્રાહી સમીક્ષા અને ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement