શોધખોળ કરો

Coronavirus Effect: મુખ્યમંત્રી રાહતનિધિમાં ગુજરાતના કયા જાણીતા મંદિરો અને કેશુભાઈ પટેલે કેટલું આપ્યું દાન? જાણો

કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે.

ગાંધીનગરઃ કોરોના વાયરસને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોનો મોટો ફટકો પડ્યો છે જ્યારે ગરીબોને બહુ મોટો ફટકો પડ્યો છે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગુજરાતના મોટો મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાતના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. નમસ્તે મિત્રો કોરોનાની મહામારીમાં આવો આપણે બધાં એક બનીએ અને જે રૂપિયાથી ગરીબ છે અને જે રોજેરોજનું રોજેરોજ બનાવે છે એવા મિત્રોને આપણા ભારતીય બહેનોને અને પશુ-પંખીઓને આપણે જેટલી બને એટલી મદદ કરીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એમને મદદ કરી અને પહેલું જ અનુદાનની જાહેરાત હું એટલે કે ઈશરદાન ગઢવી પરિવાર તરફથી 1,11,000 રૂપિયાનું અનુદાન આપું છું.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget