શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આંકડો 54 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતા રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4 થઈ ગયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં દિવસને દિવસે કોરોના વાયરસને કહેર વધી રહ્યો છે. ત્યારે આજે કોરોનાના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે. મળતી વિગતો પ્રમાણે કોરોનાના કારણે અમદાવાદમાં ૪૫ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. શુક્રવારે મહિલાને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, મહિલાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી કોઈ જણાઈ નથી. આ સાથે SVP હોસ્પિટલમાં મોતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં મોતનો પહેલો કિસ્સો સુરતમાં આવ્યા હતો. આ પછી અમદાવાદ અને ત્રીજું મોત ભાવનગરમાં નીપજ્યું હતું. ત્યારે અમદાવાદમાં આજે 45 વર્ષીય મહિલાનું મોત થતાં અમદાવાદમાં મોતનો આંકડો બે અને રાજ્યમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.
ગુજરાતમાં પહેલું મોત સુરતમાં થયું હતું. 67 વર્ષના વૃધ્ધનું મોત થયું હતું. આ વૃધ્ધ ગુજરાતમાં જ કેટલાંક સ્થળે ફરવા ગયા હતા. આ ઉફરાતં દિલ્હી સહિતનાં સ્થળે પણ તે ફરવા ગયા હતા. આ દરમિયાન તેમને ચેપ લાગી ગયો એ ગંભીર બાબત છે. . આ વૃધ્ધને અસ્થમાની તકલીફ હતી તેથી શ્વાસ લેવામા સમસ્યા નડતી હતી. તેના કારણે તેમને લાગેલા ચેપે ગંભીર ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું.
ગુજરાતમાં કોરોનાથી બીજું મોત અમદાવાદમાં થયું હતું. 85 વર્ષિય વૃદ્ધ મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. મહિલા મક્કા મદિનાથી ફરીને આવેલ હતા . જ્યારે ત્રીજું મોત ભાવનગરમાં થયું હતું. શહેરના કલચરિયા પરા વિસ્તારમાં વૃદ્ધનું મોત થયું હતું.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 944 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે અને 83 દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion