શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસનું ટેસ્ટિંગ હવે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થશે? જયંતિ રવિએ શું કરી મોટી જાહેરાત? જાણો
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 22 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 22 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજના નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 538એ પહોંચી ગઈ છે. આજે જે નવા 22 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદના 13, આણંદ-1, વડોદરા-1, બનાસકાંઠા-2 અને સુરતમાં 5 નવા કેસ સામે આવ્યા છે.
પત્રકાર પરિષદ સંબોધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ મહત્વની વાત જણાવતાં કહ્યું હતું કે, હવે રાજ્યની તમામ મેડિકલ કોલેજોમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. જેથી હવે ગુજરાતમાં વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરી શકાશે.
આજે જે બે વ્યક્તિના મૃત્યુ થયા છે તેમાં અમદાવાદના 76 વર્ષના પુરુષ અને વડોદરાના 27 વર્ષના પુરુષમનો સમાવેશ થાય છે. ઉપરાંત આજે જે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટના બે અને ગિર સોમનાથના 1 દર્દીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જે 538 કેસ જેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 461 સ્ટેબલ છે. જ્યારે 47 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 26એ પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 2263 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 45 પોઝિટિવ, 1945 નેગેટિવ અને 273 સેમ્પલ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 13257 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 538 પોઝિટિવ આવ્યા છે જ્યારે 12446 નેગેટિવ આવ્યા છે અને 273 પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે 538 કેસ કોરોનાના આવ્યાછે તેમાંથી 33 કેસ વિદેશી આવેલ વ્યક્તિઓના છે. જ્યારે 32 કેસ આંતર રાજ્યથી ચેપ લાગેલ છે અને 473 કેસ લોકલ ટ્રાન્સમિશનથી લાગેલ છે જે ચિંતાનો વિષય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement