શોધખોળ કરો
Advertisement
અનલોક-1ને લઈને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, 1 જૂનથી સમગ્ર રાજ્યમાં એસટી બસ દોડશે, જાણો વિગત
1 જૂનથી વેપાર-ધંધા સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, સરકારી ઓફિસો પણ કાર્યરત થશે.
ગાંધીનગર: કેન્દ્ર સરકારે લોકડાઉન 30 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે અને તેને અનલોક-1 નામ આપ્યું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવશે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે. બેઠક બાદ રૂપાણી સરકારે અનલોક-1ને લઈને મહત્વની જાહેરાત કરી છે.
કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. આવતીકાલે આ કન્ટેઇન્ટમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા અનલોક -1ની ગાઈડલાઈન્સ પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હવે એસટી બસ શરૂ કરવામાં આવશે. સોમવારથી 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટી સાથે ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે.
આ સિવાય દુકાનો ખોલવા ઓડ-ઈવન પદ્ધતિ બધં કરવામાં આવી છે. હવે વેપાર-ધંધા સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે , સરકારી ઓફિસો પણ કાર્યરત થશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે. આ સિવાય સોમવારથી બેન્ક પણ સંપૂર્ણ ખુલ્લી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- ટુ-વ્હીલર પર એક જ પરિવારના બે સભ્ય બેસીને જઈ શકશે પરંતુ માસ્ક પહેરવુ ફરજિયાત છે. મોટા વાહનો-ફોર વ્હિલર કારમાં ડ્રાઈવર પ્લસ ત્રણ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે.
- હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 8મી જૂન સુધી ચાલુ નહીં થાય .
- શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈમાં કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion