શોધખોળ કરો
Advertisement
11 મહિનાથી બંધ કોર્ટની ફિઝિકલ કામગીરી આ તારીખથી શરૂ થશે ? જાણો વિગતો
આ સાથે આ સર્ક્યુલરમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયની નીચલી કોર્ટ શરૂ કરવામાં આવશે.
અમદાવાદ: ગુજરાત રાજ્યની નીચલી કોર્ટ મામલે મહત્વના નિર્દેશો જાહેર કરાયા છે. હાઈકોર્ટના સર્ક્યુલરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે આવતા મહિનાની પ્રથમ માર્ચથી નીચલી કોર્ટની સમગ્ર કામગીરી શરૂ કરવામાં આવશે.
આ સાથે આ સર્ક્યુલરમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાયની નીચલી કોર્ટ શરૂ કરવામાં આવશે. કોરોના કાળના કારણે છેલ્લા 11 મહિનાથી કોર્ટોની કાર્યવાહી બંધ હતી.
મહત્વનું છે કે, લોકડાઉન હટાવી લેવા અથવા આંશિક લોકડાઉન બાદ સરકારના અનેક પ્રકલ્પો શરૂ થઈ ચૂક્યા છે. પરંતુ કોર્ટની કામગીરીઓ હજુ શરૂ થઈ નથી. જેને લઈ અનેક જિલ્લાઓમાં વકીલો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કોર્ટની ફિઝિકલ કાર્યવાહી બંધ કરી હતી. જેના કારણે થોડા સમય અગાઉ બરોડા બાર એસોસિએશન દ્વારા કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ કરવાની માગ સાથે કોર્ટના પ્રાંગણ બહાર પ્રતીક ઉપવાસની શરૂ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement