C R Patil: દાહોદમાં સી.આર.પાટીલનો કાર્યક્રમ કરાયો રદ, જાણો શું છે કારણ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા
C R Patil: ભાજપ દ્વારા હાલ કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ અનેક જગ્યાએ આ ઉજવણી થઈ રહી છે. આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દાહોદ ખાતે પધારનારા હતા. પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડતાં રસ્તા પાણી પાણી થઇ ગયા.હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. વલસાડના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા.
વડોદરાના વાઘોડીયા પંથકમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો.. પવન સાથે વરસેલા વરસદાથી રોડ રસ્તા પણ પાણી ભરાઇ ગયા. વડોદરાના ડભોઈમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાઇ ગયો. ડભોઈના ઝારોલા વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધરમપુરી, વડજ, ચનવાળા, સાઠોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો.
ક્યા વિસ્તારમાં થશે વરસાદ
રાજ્યમાં આગામી પાંચ દિવસ છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, તાપી અને ડાંગમાં પણ છુટછવાયો વરસાદ થઇ શકે છે. તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના ખેડૂતોએ હજુ પણ ચોસાસાની વિધિવત શરૂઆત માટે રાહ જોવી પડશે, ચોમાસું ઓડિશા પહોંચ્યું હોવાની હવામાન વિભાગે માહિતી આપી છે. આગામી બે દિવસ હજુ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલનું અનુમાન
બિપરજોય વાવાઝોડા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને મોટી નુકશાની વેઠવી પડી હતી. તો હવે જૂનના છેલ્લા ત્રણ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં જળબંબાકારની આગહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28, 29 અને 30 જૂનના રોજ પડશે અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરી છે. જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં મહેસાણા,વડોદરા,અમદાવાદ અને ગોધરાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ ભાવનગરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 28,29 અને 30 જૂન દરમિયાન 10 ઇંચથી વધુ વરસાદ પડશે. વલસાડ અને આસપાસમાં અતિભારે વરસાદ થશે. નર્મદાના નદી કિનારાના વિસ્તારમાં અતિભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી તેવી પણ આગાહી કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel: