Patil Statement: તોડકાંડ મામલે સી.આર પાટિલની પહેલી પ્રતિક્રિયા, સાંભળો યુવરાજ સિંહ વિશે શું બોલ્યા
ડમી પ્રકરણમો તોડકાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.
Patil Statement:ડમી પ્રકરણમો તોડકાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.
સી.આર પાટિલે શું કહ્યું?
પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેહગાર સાબિત થાય એ મોટી ઘટના છે. રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તે બંનેમાં મોટો તફાવત છે.યુવરાજે એવા નામ આવ્યા છે જેના વિરૂધ કોઇ પુરાવા નથી મળ્યાં. યુવરાજે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજના ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ભાવનગરના 301 માં જન્મદિવસના અવસરે ભાગ લેવા સી.આર પાટીલ ભાવનગર પહોંચ્યાછે. અહીં સી.આર પાટીલ સૌપ્રથમ દરબારી કોઠાર પાસે આવેલ રાજઘાટ પર પહોંચી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ની સમાધી ને નમન કરી પુષ્પાંજલિ પાઠવી હતી.
Bhavnagar News: યુવરાજસિંહની મુશ્કેલી વધી, જાણો કેટલા દિવસના રિમાન્ડ થયા મંજૂર
Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહને ભાવનગરની એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટની બહાર ડીવાયએસપી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે ડમીકાંડમાં નામ જાહેર ન કરવાની બાબતે યુવરાજસિંહે પૈસા લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ તેની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. આંમ યુવરાજ 29 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે.
ધરપકડ બાદ યુવરાજસિંહે આપી પહેલી પ્રતિક્રિયા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ. નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરશે. બપોરે 4થી 4:30 વચ્ચે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે. તોડકાંડ અંગે યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માગણી કરશ
ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ અટકાયત
યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો
યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતથી કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપ્યો હતો.