Cyclone Biparjoy LIVE: કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક ઠેકાણે તબાહીના દ્રશ્યો
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે
LIVE
Background
બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકી ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું હતુ. હવે વાવાઝોડું જખૌ બંદરથી 40 કિલોમીટર ઉત્તર પૂર્વ તરફ આગળ ફંટાયું છે. હવે વાવાઝોડું આગળ વધતા વધતા દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને શાંત પડશે. વાવાઝોડું રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાની દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ પવનની ઝડપ 55 કિલોમીટર સુધીની રહેતી હોય છે. ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.
આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે. વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.
આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.
દ્વારકામાં એનડીઆરએફના જવાનોએ કામગીરી કરી હતી.
#WATCH | Gujarat witnesses cyclone ‘Biparjoy’ impact; NDRF Personnel conduct road clearance operation at Dwarka.
— ANI (@ANI) June 16, 2023
(Video Source: NDRF) pic.twitter.com/lDykbyTXRL
માંડવીમાં વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા
Gujarat | A number of trees have fallen in Mandvi. The wind speed is really high today, and it may cause more damage. One team of the Fire department is engaged in road clearance operation here: K. Dastur, Chief Fire Officer of Gandhinagar Municipal Corporation at Mandvi pic.twitter.com/FqrL2d1wwh
— ANI (@ANI) June 16, 2023
જામનગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા
જામનગરની પત્રકાર કોલોની નજીક વરસાદી પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈ સ્થાનિક કોર્પોરેટર લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પહોંચ્યા હતા. લાલપુર શહેર તેમજ તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી. અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, લાલપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ બે લોકોને બચાવ્યા
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.
રાજ્યમાં વાવાઝોડાના કારણે 5120 વીજપોલ ધરાશાયી થયા
રાજ્યમાં વાવાઝોડાના કારણે 5120 વીજપોલ ધરાશાયી થયા, જેમાંથી 1320 રીસ્ટોર કરાયા છે. વાવાઝોડા પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમા 3580 ગામોમાં વીજળી રીસ્ટોર કરવામા આવી છે.