Biparjoy Cyclone landfall Live: વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, કચ્છના લોકો માટે આજની રાત મહત્ત્વની
Biparjoy Cyclone landfall Live: બિપરજોય વાવાઝોડાને લઈને અહીં તમને તમામ અપડેટ મળતી રહેશે. થોડીવારમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થશે. આ પહેલા જ તેની અસર શરુ થઈ ગઈ છે.

Background
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે કચ્છ જઈ શકે છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે કચ્છ જઈ શકે છે. વાવાઝોડાને ધ્યાને લઇને આવતીકાલે ભુજની મુલાકાત લેશે. જ્યાં વાવાઝોડાની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે. હવામાનમાં આવતીકાલે કોઈ મુશ્કેલ નહીં હોય તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે.
વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી, જખૌથી 20 કિમી દૂર બિપરજોય
બિપરજોય વાવાઝોડાની આંખ ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. વાવાઝોડું હજુ પણ જખૌથી 20 કિમી દૂર છે. હાલમાં ભારેે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત અનેક મકાનોને નુકશાન થયું છે.
સુરતની તમામ શાળાઓ આવતી કાલે બંધ રહશે
વાવાઝોડાને લઈને સુરતની તમામ શાળાઓ આવતી કાલે બંધ રહશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઈને શાળાઓ બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.