શોધખોળ કરો

Shakti Cyclone Update: શક્તિ વાવાઝોડું આજે યૂટર્ન લે તેવી શક્યતા, રાજ્યના દરિયાકાંઠામાં એલર્ટ જાહેર

Shakti Cyclone Update:શક્તિ નામના વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. .ભેજવાળા પવનોના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Shakti Cyclone Update: શક્તિ વાવાઝોડું આજે દરિયામાં યૂ ટર્ન લે તેવી સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે સક્રિય થયેલું વાવાઝોડું યુ ટર્ન લઈને નબળું પડી જશે તેવું આંકલન હવામાનના મોડલ કરી રહ્યાં છે. ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો લગભગ નહીંવત હોવાનો અનુમાન છે. તેમ છતાં પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારમાં  એલર્ટ જાહેર કર્યું  છે અને  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

શક્તિ નામના વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. .ભેજવાળા પવનોના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.બુધવાર અને ગુરૂવાર સુધી હળવા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો.  પ્રહલાદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, રાણીપ, સેલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સોસાયટીના વિસ્તારો જળમગ્ન બન્યા હતા.શક્તિ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. 10 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા ઝાપટા પડી શકે છે ,જો કે હવે પવનની ગતિ સામાન્ય રહેશે,

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની વિપરીત અસરથી તમિલનાડુમાં  પણ ભારે વરસાદ વરસ્યો. 23 શહેરમાં હજુ પણ ગુરૂવાર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે.  ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને  વ્યાપક અસર થઇ છે.હવામાનનું રૂખ બદલાતા હવે બંગાળની ખાડીના બદલે વાવાઝોડા  અરબી સમુદ્રમાં ઉદભવી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતનો ઉત્પાત બમણો થયો છે.  છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે 22થી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશનની એક્ટિવિટી  જોવા મળી હતી.

ગુજરાત સાથે  દેશના અનેક રાજ્યોમાં વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. બિહારના હાજીપુરમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. ઘર ઉપર તોતિંગ વૃક્ષ પડતા પરિવારના 4 લોકો દબાયા છે. એક મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે  3 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  બિહારમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને પૂરમાં અત્યાર સુધીમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો છે.

હિમાચલપ્રદેશના કુલ્લુમાં વીજળી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. મહાદેવના મંદિર પાસે વીજળી પડ્યા બાદ આગ લાગી હતી. જો કે કોઇ જાનહાનિના અહેવાલ નથી.

ઉત્તર પૂર્વ ભારતમાં ચાલુ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી છે. અત્યાર સુધીમાં 105 લોકોનો  ભોગ લેવાયા છે.  પશ્ચિમ બંગાળના દાર્જિલીંગમાં વિદાય લેતા વરસાદે  ખાના ખરાબી સર્જી છે. ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂરના કારણે 20ના મોત થયા છે. ચોમાસાની સિઝનમાં કૂલ ચાલીસનો લીધો ભોગ લીધો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
Embed widget