Cyclone Tauktae: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોને કરાશે સ્થળાંતર, 54 NDRFની ટીમ તૈનાત
વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સંકટરૂપ રહેશે.
ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ ( Cyclone Tauktae) ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જેને લઈ રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે કરી છે, 17 તારીખે તૌકતે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે ટકરાશે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. અને 54 NDRF ટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
કચ્છના દરિયાકાંઠાના ગામોના અંદાજે 25 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છમાં NDRFની 2 અને SDRFની 1 ટીમ તહેનાત કરાઈ છે.. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠાના 24 ગામોના 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની 2 ટીમ ફાળવાઈ છે.. જેમાની એક દ્વારકામાં અને બીજી ઓખામાં તહેનાત કરાઈ છે.
હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે ટકરાઈ શકે. વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે તેની ઝડપ 150 થી 160 કિમી હશે. દરિયાકાંઠે દોઢથી 3 મીટર મોજા ઉછળશે.
વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સંકટરૂપ રહેશે. કારણ કે 17 અને 18 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 20 મે સુધી ભારે વરસાદ વરસી શકે. છે.
હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વાવાઝોડાની અસર જોવા મળશે.
વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.