Cyclone Tauktae : અમરેલી પછી કયા જાણીતા શહેરમાં પેટ્રોલપંપ થયા ક્ષતિગ્રસ્ત? મલબા ઉડી ગયા
રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. હવે સંઘપ્રદેશ દીવમાં પણ વાવાઝોડાને લઈ પેટ્રોલપંપ ક્ષતિગ્રસ્ત થયા છે. પેટ્રોલપંપ ઉપરના રૂફ ઉડી ગયા હતા.
દીવઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી. રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. હવે સંઘપ્રદેશ દીવમાં પણ વાવાઝોડાને લઈ પેટ્રોલપંપ ક્ષતિગ્રસ્ત થયા છે. પેટ્રોલપંપ ઉપરના રૂફ ઉડી ગયા હતા.
અમરેલીમાં વાવાઝોડાએ એક બાળકીનો ભોગ લીધો છે. રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા. મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
વાવાઝોડાની અમદાવાદમાં પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 61 ઝાડ ધરાશાયી થયા છે. એટલું જ નહીં અમદાવાદમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આજે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. હાલમાં વાવઝોડું બોટાદ જિલ્લામાં આ પછી સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે
વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.
આજે મહેસાણા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. મંગળવારે રાતે 9 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છએ. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે.