Cyclone Tauktae: રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, કયા કયા વિસ્તારમાં શરુ થયો વરસાદ ?
સંભવિત તૌકતે વાવાઝોડાની અસર શરૂ સુરતમાં શરુ થઈ ગઈ છે. સુવાલી અને ઓલપાડના ડભારી દરિયામાં કરંટ જોવા મળ્યો. પલસાણા કામરેજ અને કડોદરા પંથકમા ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ છે. તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો થયો છે. હાલમાં ગુજરાતથી 600 કિલોમીટર વાવાઝોડુ દૂર છે. નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ, નર્મદા અને અરવલ્લી, ગીર સોમનથ સહિતૃ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝાડોની અસર શરુ થઈ ગઈ છે. અનેક વિસ્તોરમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડુ 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. તે પહેલા તેની અસર જોવા મળી રહી છે.
નવસારી શહેરમાં આવેલા જુનાથાણા ટાવર રોડ મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. જ્યારે જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ થઈ છે. બીજી તરફ વલસાડના પારડી માં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલ ધીમી ધારે અને ભારે પવન સાથે વરસાદ શરુ
સંભવિત તૌકતે વાવાઝોડાની અસર શરૂ સુરતમાં શરુ થઈ ગઈ છે. સુવાલી અને ઓલપાડના ડભારી દરિયામાં કરંટ જોવા મળ્યો. પલસાણા કામરેજ અને કડોદરા પંથકમા ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ છે. માંગરોળ ના હથોડા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયે છે. 15 થી વધુ ઘરોના પતરા ઉડ્યા હતા અને અનેક વૃક્ષો ધરાસાયી થયા છે. વાવાઝોડાને પગલે ખેડૂતોના પાકને નુકશાન થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે. વેરાવળના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા. સામાન્ય દિવસો કરતા દરિયામાં થોડું કરંટ જોવા મળ્યો. વેરાવળ અને સોમનાથ વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો..
દ્વારકાના દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. .દ્વરાકના દરિયામાં ભારે કરંટ સાથે પવન જોવા મળતાં આઠ ફુટ જેટલા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.. તો વાવાઝોડાની અસરને લઈ ફિઝિરીઝ વિભાગે તમામ માછીમારેને સૂચના આપી અને દરિયા કિનારા નજીક ન જવા અપીલ કરી છે....વાવાઝોડાની કોઈ ગંભીર અસર જણાય તો અસરગ્રસ્તોને નજીકના આશ્રય સ્થાને સહી સલામત રીતે પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અરવલ્લીના
નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે..વાવાઝોડા સાથે પવન શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે..