શોધખોળ કરો

Dahod: દાહોદમાં પવન સાથે ધોધમાર વરસાદ, કરંટ લાગતા 13 વર્ષના બાળકનું મોત

દાહોદમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો

દાહોદમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર દાહોદના સિંગવડના સુડીયા ગામે રાત્રે કરંટ લાગવાથી બાળકનું મોત થયાની ઘટના બની હતી. રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે કરંટ લાગવાથી બાળકનું મોત થયું હતું. પોતાના ઘરે કરંટ લાગતા 13 વર્ષીય ડામોર કમલેશનું મોત થયું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. 13 વર્ષે બાળકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

દાહોદમાં રાત્રે વરસેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવનથી શહેરમાં ચાર વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરના ગોધરા રોડ ખાતે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ચાકલિયા રોડ ખાતે મોટું વૃક્ષ ધરાશાયી થતા બે વીજપોલ તૂટી પડ્યા હતા. એસવી પટેલ અને સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી રસ્તા વચ્ચેથી વૃક્ષ હટાવી રસ્તો ફરી શરૂ કરાયો હતો.

unseasonal rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા પાલનપુરના સુખબાગ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. તે સિવાય 10થી 15 સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા નજીક હોર્ડિંગ્સ તૂટ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી આગળ વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી.

કમોસમી વરસાદે બાજરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાલનપુરના સેમોદ્રા ગામે ભારે પવન અને વરસાદથી ખેડૂતોનો પશુ શેડ ધરાશાયી થયો હતો. ભારે પવનના કારણે લોખંડની એન્ગલો વળી ગઇ હતી. લોખંડનું પતરુ વાગવાથી એક ગાયનું મોત થયુ હતું અને અનેક જગ્યાઓ વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં વસી ગામ રોડ ઉપર ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં બાજરી અને કેરીઓના પાકને ભારે નુકસાન થયું હતું.

બીજી તરફ મોડાસામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. વીજપોલ ધરાશાયી થતા જીઇબી કચેરીથી ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ બંધ થયો હતો. માલપુર રોડ પર સાંઈ મંદિર પાસે તેમજ કોલેજ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.

વડોદરાના વાઘોડિયામા તોફાની વરસાદે અનેક મકાનોની છત ઊડાવી હતી. માડોધર રોડપર અનેક વૃક્ષો ધરાશાયી થતા ગોરજમુની સેવા આશ્રમ રોડ બંધ થયો હતો. વાઘોડિયામાં હોડિંગ્સ અને બેનરો તૂટી પડવાની ઘટના નોંધાઇ હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget