Dahod: દાહોદની આ સ્કૂલની શિક્ષિકા પર લાગ્યો વિદ્યાર્થીઓને ધર્માતરણના પાઠ ભણાવવાનો આરોપ,હિન્દૂ સંગઠનોમાં ભારે રોષ
દાહોદ: શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલમાં ધોરણ 7ના ક્લાસમાં કવિતાના પાઠ સાથે શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માંતરણના પણ પાઠ ભણાવાતા હોવાની વાત સામે આવતા વિવાદ થયો છે.
દાહોદ: શહેરની સેન્ટ સ્ટીફન સ્કુલમાં ધોરણ 7ના ક્લાસમાં કવિતાના પાઠ સાથે શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને ધર્માંતરણના પણ પાઠ ભણાવાતા હોવાની વાત સામે આવતા વિવાદ થયો છે. ક્લાસમાં શિક્ષિકા દ્વારા બોલાયેલી વાતો વિદ્યાર્થીએ વાલીને વર્ણવતા આ બાબત સામે આવી હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ મામલે શાળાના આચાર્ય સાથે શિક્ષણાધિકારીની કચેરીએ પણ આવેદન આપીને શિક્ષિકાને કાઢી મુકવાની માગણી કરી છે.
દાહોદ શહેરની સ્ટીફન્સ સ્કૂલની શિક્ષકા દ્વારા બાળકોને ભણાવવાના સ્થાને ધર્મ ધર્માંતરણના પાઠ ભણાવતા હોવાની ફરિયાદો બાળકોના વાલિયો દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હોદ્દેદારોને કરવામાં આવી હતી. જેને લઈ આજ દાહોદના ગોધરા રોડ પર આવેલી સ્ટીફન્સ સ્કુલ ખાતે પહોંચી ગયાં હતાં. કાર્યકર્તાઓ જયશ્રી રામ અને ધર્માંતરણ બંદ કરોના સુત્રોચાર કરી સંચાલકો સહિત શાળાના પ્રિન્સીપાલની મુલાકાત લઈ આ મામલે ભારે વિરોધ કર્યો હતો અને ધર્માંતરણનો પાઠ ભણાવનાર શિક્ષકાને સ્કૂલમાંથી કાઢી દેવાની ચિમકી આપી હતી.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના હોદ્દેદારો દ્વારા કહેવામાં આવ્યું કે, જો વહેલા વહેલી તકે સ્કૂલના બાળકોને ધર્માંતરણના પાઠ ભણાવનાર શિક્ષિકાને સ્કૂલમાંથી બરતરફ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં કાર્યકર્તા દ્વારા ધરણા પ્રદર્શન સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. ત્યાર બાદ દાહોદ શહેરમાં સેન્ટ સ્ટીફન શાળામાં બનેલી ઘટના અંગે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શિક્ષણાધિકારીની કચેરીમાં અપાયેલા આવેદન આવ્યું હતું. જેમાં જણાવાયુ હતું કે,ગોધરા રોડ વિસ્તારમાં આવેલી સ્ટીફન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ જેવી શાળાઓમાં શિક્ષકો દ્વારા ધર્મ પરિવર્તનના પાઠ ભણાવવામાં આવે છે.
તેની અપ્રત્યક્ષ સ્વરૂપે વાલિઓ દ્વારા સંગઠનને જાણ કરવામાં આવી હતી. જેમાં પ્રાથના,ગણવેશ અને ધાર્મિક તહેવારોને લઇને ઘણી બધી ફરિયાદ સંગઠનને મળી છે પરંતુ હાલ શાળામાં ધોરણ સાતમાં એડલિન ટીચર દ્વારા બાળકોને ધર્માંતરણના ખોટા પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.તેવી વાત મળતા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને કાર્યકરોએ સૂત્રોચાર કરી શિક્ષિકાને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકવા અને સાથે સાથે આવી શાળાને બને તો બંધ કરવી જોઇએ. જો, આમ નહીં કરાય તો વિરોધ પ્રદર્શન સાથે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. તંત્ર લાલ આંખ કરી કાર્યવાહી ન કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. સેન્ટ સ્ટીફન સ્કુલમાં બનેલી આ ઘટના આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
જોકે આ વિષે સ્કુલના એડલિન શિક્ષિકાને પૂછતાં તેઓએ કહ્યું કે, હું આવું કંઇ બોલી જ નથી. ક્લાસમાં રવિન્દ્રનાથ ટાગોરની‘વ્હેર ધ માઇન્ડ ઇઝ વીધાઉટ ફિયર’ કવિતા ભણાવતી હતી. રવિન્દ્રનાથ ટાગોરના જન્મ સમયે કે જે સમયે આ કવિતા લખી હશે ત્યારે 200થી 250 વર્ષ પહેલાં ભારતની શું સ્થિતિ હશે તે વીશેનું વર્ણન કર્યુ હતું. મને ખબર છે આ સેન્સેટીવ ઇસ્યુ છે. તે સમયે લવ જેહાદ જેવા મુદ્દા હતા નહીં જેથી તેની ચર્ચા કરવાનો પ્રશ્ન જ નથી. મારી ઉપર આક્ષેપ કરાઇ રહ્યો છે અને હું તેનું સમર્થન કરતી નથી તેમ જણાવ્યું હતું. તો પ્રિન્સીપાલ જોડે વાત કરતા તેમણે કહ્યું કે, 1938થી શાળા ચાલે છે. સંસ્થા પહેલેથી જ બધા ધર્મને સમાન માને છે. અમે કોઇ ધર્મનું સમર્થન કર્યુ નથી. ક્યારેય આવી કોઇ ફરિયાદ આવી નથી. આ પહેલી વખત આવુ થયુ છે. કોઇ ટીચર આવો ફોર્સ ના કરે. આવુ કંઇ થયુ નથી. અમે ટીચર, બાળકો અને પેરેન્ટ્સ સાથે ચર્ચા કરીશું.