શોધખોળ કરો
ભારે વરસાદને પગલે રાજ્યના ડેમ છલોછલ ભરાયા, જાણો ક્યાં કેટલું પાણી છે
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51.52 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત
![ભારે વરસાદને પગલે રાજ્યના ડેમ છલોછલ ભરાયા, જાણો ક્યાં કેટલું પાણી છે Dams in the state were flooded due to heavy rains ભારે વરસાદને પગલે રાજ્યના ડેમ છલોછલ ભરાયા, જાણો ક્યાં કેટલું પાણી છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/07232745/Umarpada-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ જૂનમાં મેઘરાજાની ધમાકેદર એન્ટ્રી બાદ જુલાઈમાં વરસાદની ગતિ ધમી પડ્યા બાદ ફરી એક વખત ઓગસ્ટમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા થોડા દિવસથી અવિરત પડી રહેલ વરસાદને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 66 ટકા વરસા વરસી ચૂક્યો છે. રાજ્યમાં 252માંથી 228 તાલુકાઓમાં 2 મીમીથી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં 37 ડેમમાં છલોછલ ભરાઈ ગયા છે.
સાર્વત્રિક વરસાદને પગલે 74 ડેમ એવા છે જેને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 140 ડેમમાં 71.17 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 40.83 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.71 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38.70 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 66.96 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51.52 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત
વરસાદની વાત કરીએતો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 97.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 53 ટકા. ઉત્તર ઝોનમાં 48.92 ટકા અને સૌથી ઓછો મધ્ય ઝોનમાં 47.65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)