Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ
Dang Accident: ગુજરાતમાં વધુ એક સનસનીખેજ અકસ્માતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ સાપુતારામાં ગઇકાલે રવિવારે એક મોટી રૉડ અકસ્માતની ઘટના ઘટી છે
![Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ Dang Durghatna news luxury bus has fall in the bed two people died and more than 22 are injured in saputara local news Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/8de8fbd33a8032315ee57cc3af587481172041512018077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dang Accident: ગુજરાતમાં વધુ એક સનસનીખેજ અકસ્માતની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ સાપુતારામાં ગઇકાલે રવિવારે એક મોટી રૉડ અકસ્માતની ઘટના ઘટી છે, મુસાફરોથી ભરેલી એક લક્ઝરી બસ અચાનક ખીણમાં ખાબકતા 2 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં અકસ્માતની ઘટના બાદ તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ સાપુતારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. રવિવારે એક લક્ઝરી બસ મુસાફરોથી ભરેલી હતી, અને અચાનક ડાંગના સાપુતારા નજીક 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ જ્યારે ટ્રેકને ઓવરટેક કરવા જઇ રહી હતી તે સમયે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર મુસાફરોમાંથી બેના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તાજા અપડેટ પ્રમાણે, હાલમાં 6 ઇજાગ્રસ્તોને આહવાની હૉસ્પિટલમાં અને 4ને સુરત હૉસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)