શોધખોળ કરો

OBC અનામત પર ભાજપના MLAનું મોટું નિવેદન: 'આપણા ભાગની અનામત સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે'

દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે જાતિ આધારિત વસ્તી ગણતરી અને વસ્તીના પ્રમાણમાં અનામતની હિમાયત કરી; નિવેદનથી કોંગ્રેસે ભાજપ પર કર્યો કટાક્ષ.

P.K. Parmar caste census: દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારે OBC અનામત મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે 27 ટકા અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની અને જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તે પ્રમાણે અનામત ફાળવવાની હિમાયત કરી. આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, અને કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કરતા આ નિવેદનને રાહુલ ગાંધીના સ્ટેન્ડનું સમર્થન ગણાવ્યું છે.

ભાજપના નેતા અને દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારનું (PK Parmar) એક નિવેદન હાલમાં ચર્ચામાં છે, જેમાં તેમણે OBC અનામતની ફાળવણી પર સવાલો ઉઠાવ્યા છે. પાટડીમાં 31 ઓગસ્ટના રોજ યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના એક વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજર રહીને તેમણે આ વાત કરી હતી. પરમારે જણાવ્યું હતું કે 27 ટકા અનામતમાં કેટલીક એવી સમૃદ્ધ જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ સમાજને તેનો પૂરતો લાભ મળતો નથી.

જાતિ આધારિત વસ્તી ગણતરીની હિમાયત

પી.કે. પરમારે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. પ્રથમ, તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે, આ પ્રકારની વસ્તી ગણતરીથી જ સાચો આંકડો જાણી શકાશે કે કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે. બીજું, તેમણે સૂચન કર્યું કે "જેની જેટલી વસ્તી, તેનો અનામતમાં તેટલો હિસ્સો" આ સિદ્ધાંતના આધારે અનામતની ફાળવણી થવી જોઈએ. આ નિવેદન આપતા તેમણે દાવો પણ કર્યો કે ભાજપ સરકાર આ દિશામાં પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસનો કટાક્ષ અને રાજકીય પ્રતિક્રિયા

પી.કે. પરમારના આ નિવેદન પર વિરોધ પક્ષ કોંગ્રેસે તુરંત પ્રતિક્રિયા આપી. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કટાક્ષ કરતા કહ્યું કે, "આજે ભાજપના ધારાસભ્ય પણ ખુલીને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે. આ કોંગ્રેસ અને પછાત વર્ગો માટે ખૂબ જ આનંદની વાત છે." મકવાણાએ પરમારને તેમની હિંમત બદલ અભિનંદન પણ પાઠવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, જો પરમાર કોંગ્રેસનો ખેસ પહેરે તો પણ તેમને કોઈ વાંધો નથી, અને બાકીના 156 ભાજપના સભ્યોએ પણ રાહુલ ગાંધીની જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતને સમર્થન આપવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget