(Source: ECI/ABP News/ABP Majha)
Mahisagar: માતાએ 3 વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર
મહિસાગર: સંતરામપુર તાલુકામાં કુવામાંથી માતા અને નાના પુત્રનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહિસાગર: સંતરામપુર તાલુકામાં કુવામાંથી માતા અને નાના પુત્રનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંતરામપુરના નાના અંબેલા ગામે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે મૃતક યુવતીના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કે આ મહિલાએ ક્યા કારણે આ પગલું ભર્યું તેની માહિતી હજી સામે આવી નથી.
માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી
જૂનાગઢ: ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે. જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.
ચોરીની શંકાએ યુવકને મારી છૂટી લાકડી મારતાં યુવકનું મોત
વડોદરાઃ સેવાસી વિસ્તારની મુરલીધર રેસિડેન્સીમાં ચોરીની શંકાએ માર મારતા યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ થયો છે. રઘુ ભરવાડે તેમના મકાનમાં ચોરી કરવા 2 વ્યક્તિ પ્રવેસ્યાની શંકાએ ભુપેન્દ્ર સોલંકીને છૂટી લાકડી મારી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ભુપેન્દ્રને પોલીસ મથક લઇ ગઈ હતી. જોકે પોલીસ મથકમાં ભુપેન્દ્રને ખેંચ આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરો એ મૃત ઘોષિત કર્યો. ભુપેન્દ્રને પીએમ માટે લઈ જવાયો જ્યાં તેના હાથ, પગ, બરડા અને થાપાના ભાગે ઇજાના નિશાન દેખાયા હતા. મૃતક ભુપેન્દ્ર સોલંકીના પિતા ઝવેરભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ યુવકે ગરમ તવા પર અંગુઠો મુકી ચામડી કાપી નાંખી ને બીજા યુવકને આપી દીધી
વડોદરાઃ વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો. બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો