ડીસા વિસ્ફોટકાંડમાં આરોપી પિતા-પુત્રને આજે કોર્ટમાં રજૂ કરાશે, ચાર રાજ્યોમાં પોલીસે શરૂ કરી તપાસ
ડીસા વિસ્ફોટ કાંડમાં દીપક ટ્રેડર્સના માલિક દીપક અને ખુબચંદ મોહનાનીને આજે કોર્ટમાં રજૂ કરાશે.

ડીસા વિસ્ફોટ કાંડમાં દીપક ટ્રેડર્સના માલિક દીપક અને ખુબચંદ મોહનાનીને આજે કોર્ટમાં રજૂ કરાશે. વિવિધ કારણો રજૂ કરી પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગ કરશે. આરોપી પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને અમદાવાદ, તમિલનાડુ, મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ લંબાવી છે. સબારકાંઠામાં પણ ફટાકડાના ગોડાઉન હોવા અંગે તપાસ ચાલી રહી છે.
પ્રશાસનની મંજૂરી વગર ફટાકડા ફેક્ટરી છ શેડમાં ચલાવવામાં આવતી હતી તેમાંથી તેમાંથી એક શેડ ફટાકડા બનાવવા માટે વાપરવામાં આવતો હતો. જેમાં એલ્યુમિનિયમ પાઉડર અને ડોક્ષટ્રીન પાઉડરના જથ્થામાં બ્લાસ્ટ થતા ધરાશાયી થયો શેડ ધરાશાયી થયો હતો.
ઘટનાને લઈ FSLના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી છે. ફેક્ટરીનો માલિક પોલીસ પકડથી બચવા સાબરકાંઠામાં ભાગી ગયો હતો. બંન્ને આરોપીઓને ભગાડવામાં મદદગારી કરનાર ચાર વ્યક્તિને ઝડપી લેવાયા છે. આરોપીઓ GSTની ચોરી કરતા હતા કે કેમ તે અંગે તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ તપાસ કરવામાં આવશે. સાથે જ સરકારે પણ SITની રચના કરી છે. જે 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. મહેસૂલ વિભાગના લેન્ડ રિફોર્મ્સના સેક્રેટરી SITના અધ્યક્ષ છે. સાથે જ FSL અને R&Bના વડા પણ સભ્ય છે. તો આ તરફ ડીસા મોતકાંડમાં ન્યાયની માંગ સાથે પીડિત પરિવારો અને કોંગ્રેસના ધરણાનો અંત આવ્યો છે. મૃતકના સ્વજનો માદરે વતન જવા રવાના થયા છે.
અહીં જે ફટાકડાનું ગોડાઉન હતુ તેમાં માત્ર ફટાકડાના સ્ટોરેજની જ મંજૂરી હતી જ્યારે અહીં મંજૂરી વિના ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચાલતુ હતું. બોઇલટ ફાટકા બ્લાસ્ટ બાદ અહી ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં સૂતળી અને માર્શલ બોમ્બ બનાવતા હોવાનો ખુલાસો થયો છે. ફટાકડા બનાવવાનો કાચો સામાન પણ આ ગોડાઉનમાં હતો. સૂતળી બોમ્બ બનાવવાનો તમામ સમાન એલ્યુમિનિયમ પાવડરનો જથ્થો સહિતની વસ્તુઓ અંદર હતી.
અહીં માત્ર ફટાકડાના સ્ટોર કરવાની મંજૂરી હોવા છતા ફટાકડાનું ઉત્પાદન કરાતું હતુ. દીપક ટ્રેડર્સે લાયસન્સ પણ રિન્યૂ ન કર્યાનો ખુલાસો થયો છે. ફટાકડાના ગોડાઉનના ઓઠા હેઠળ 1 વર્ષથી ફટાકડા બનાવતો હતો.ઈંદોરના દલાલ મારફતે મજૂરોને ડીસામાં લાવવામાં આવ્યાં હતા. તો એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્ય્ કે, લક્ષ્મીબેન નામના ઠેકેદાર 2 દિવસ પહેલા જ મૃતકો MPથી આવ્યા હતા, દુર્ઘટના ઘટી ત્યારે ફેક્ટરીમાં 24 લોકો હતા હાજર હતા.

