શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના આ શહેરમાં 15 દિવસ લોકડાઉનની માંગ, જાણો વિગત
રાજ્યમાં ગુરૂવારે 919 નવા કેસ સામે આવ્યા હતા, તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45,567 પર પહોંચી હતી.
મોરબી : ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. અનલોક દરમિયાન મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. મોરબીના હળવદ તાલુકામાં અનલોક બાદ જ કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરિયા અને તાલુકા પંચાયતના પ્રમુખે આગામી 15 દિવસ લોકડાઉન કરવાની માંગ કરી છે.
ધારાસભ્ય પરષોતમ સાબરિયા અને તાલુકા પંચાયત પ્રમુખે કલેકટરને લેખિતમાં રજૂઆત કરી લોકડાઉન કરવાની માંગ કરી છે.
મોરબી જિલ્લામાં 156 અને હળવદમાં કોરોના વાયરસના 12 કેસ નોંધાતા 15 દિવસ લોકડાઉનની માંગ કરાઈ છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે ધારાસભ્ય અને હળવદ તાલુકા પંચાયતના પ્રમુખે લોકડાઉન કરવાની માંગ કરી છે.
રાજ્યમાં ગુરૂવારે 919 નવા કેસ સામે આવ્યા હતા, તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45,567 પર પહોંચી હતી. જ્યારે વધુ 10 લોકોનાં કોરોનાના કારણે મોત થયા હતા. ગુરૂવારે વધુ 828 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી આ સાથે રાજ્યામાં અત્યાર સુધી 32174 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement