Demolition: અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલીશનની કામગીરી અટકાવાઇ, જાણો કારણ
અમદાવાદના ચંડોળા તળાવ પર બાંધાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જે ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન હતું. જો કે હાલ ડિમોલિશનની કામગીરી અટકાવાય છે.

Demolition:અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ અંદાજિત 14 વર્ષથી બાંગ્લાદેશી ઘૂષણખોરી રહે છે. તેમના ગેરકાયદે બાંધકામને દૂર કરવા ગઇ કાલે વહેલી સવારે 80 જેસીબી સાથે ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આજે આ ડિમોલિશન રોકી દેવાયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
કોર્પોરેશનના અણઘડ પ્લાનિંગના કારણે ડિમોલીશનની કામગીરી અટકી ગઇ છે. સ્થાનિકોએ વિરોધ કરતા ઘર્ષણ ન થાય તે માટે પોલીસે કામગીરને હાલ અટકાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ક્યા દબાણો દૂર કરવા અને ક્યા ન દૂર કરવા એ અંગે મનપાએ કોઇ યાદી તૈયાર નથી કરી. મહાનગરપાલિકાના અણઘડ વહિવટના કારણે સ્થાનિકો રોષે ભરાયા હોવાના અહેવાલ છે. આ કારણે જ્યારે વીજ કનેકશન કાપવા ગયેલા કર્મચારીઓને પણ સ્થાનિકોએ અટકાવ્યા હતા, વીજ કનેકશનો ન કપાતા દબાણો તોડવાની કામગારી પણ અટકાવાઇ છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં ગઇકાલે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લાલા બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લાલા બિહારીએ 2 હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમૂદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમૂદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.




















