શોધખોળ કરો

ગુજરાતમાં આ વિસ્તારોમાં મકાન લેવું કે વેચવું હોય તો કલેક્ટરની લેવી પડશે મંજૂરી, નહીં લો તો 5 વર્ષની કેદ, 1 લાખ દંડ

નવા વિધેયક મુજબ અશાંત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારોની ફરતે પાંચસો મીટરના વિસ્તારોમાં પણ આ જોગવાઇ લાગુ રહેશે

ગાંધીનગરઃ સોમવારે ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા બિલને પાસ કરી દેવામાં આવ્યુ છે, અશાંત વિસ્તાર ધારો-1991માં સુધારો કરતું વિધેયક હતુ જેને સરળતાથી પાસ કરી દેવામાં આવ્યુ છે. આ વિધેયક લાગુ થતા અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ કોઇપણ ભાગમાં કલેક્ટરની પૂર્વમંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરી શકશે નહીં. હાલ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગોધરા, હિંમતનગર અને કપડવંજના ચોક્કસ વિસ્તારોમાં આ કાયદો અમલી છે. નવા વિધેયક મુજબ અશાંત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારોની ફરતે પાંચસો મીટરના વિસ્તારોમાં પણ આ જોગવાઇ લાગુ રહેશે. હાલ લગભગ અડધું અમદાવાદ આ કાયદા હેઠળ છે. અમદાવાદ તથા અન્ય શહેરોના નવા વિસ્તારો પણ અશાંત ધારા હેઠળ આવરી લેવાય એવી શક્યતા છે. ગુજરાતમાં આ વિસ્તારોમાં મકાન લેવું કે વેચવું હોય તો કલેક્ટરની લેવી પડશે મંજૂરી, નહીં લો તો 5 વર્ષની કેદ, 1 લાખ દંડ
અશાંત ધારા વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે હાલ મહેસૂલ વિભાગનો કામચલાઉ હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે મૂળભૂત રીતે રાજ્યમાં પ્રવર્તમાન ગુજરાત અશાંત વિસ્તાર ધારો-1991ની જોગવાઇઓમાં કેટલીક નબળાઇ અથવા ઉણપને કારણે આ કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં મિલકતોની તબદીલી થઇ જતી હતી, જેને કારણે કેટલાંક અસામાજિક તત્વો અથવા આવાં ઇસમો ધાક-ધમકીથી લોકોને પોતાની મિલકત કલેક્ટરની મંજૂરી વિના વેચવા ભય કે દબાણ ઊભું કરતાં હતાં. હવેથી જો કલેક્ટરે મિલકત ધારક અને ખરીદનાર વચ્ચે થયેલી મુક્ત સંમતિ અને યોગ્ય કીમતના સોદાની તપાસની ચકાસણી ઉપરાંત જોવાનું રહેશે કે આ મિલકતની તબદીલીથી કોઇ એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થતું નથી, એક વિસ્તારમાં રહેતાં જુદા-જુદા સમુદાયો વચ્ચેનું જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાતું નથી, અથવા એક સમુદાયના લોકોમાં અંધાધૂંધી ફેલાઇ રહી છે કે તેવી શક્યતા છે અને તેને કારણે તે વિસ્તારના જુદા-જુદા સમુદાયના લોકોમાં શાતિં અને સુમેળનો ભંગ થાય છે અથવા શક્યતા છે કે નહીં. ગુજરાતમાં આ વિસ્તારોમાં મકાન લેવું કે વેચવું હોય તો કલેક્ટરની લેવી પડશે મંજૂરી, નહીં લો તો 5 વર્ષની કેદ, 1 લાખ દંડ ચુડાસમા એ જણાવ્યું કે અગાઉના કાયદાની જોગવાઇમાં મિલકતની તબદીલીમાં વેચાણ, બક્ષીસ, વિનિમય, ભાડાપટ્ટે અથવા અન્ય કોઇપણ રીતેના માલિકીહક્કના ફેરફારના કરારો કે દસ્તાવેજની જોગવાઇઓ ન હતી. તેને બદલે વિધેયક દ્વારા મૂળભૂત કાયદામાં સુધારો લાવીને કોઇપણ પ્રકારે થતી તબદીલી જો કલેક્ટરની પૂર્વમંજૂરી વગર થઇ હશે તો તેને રદ્દ ગણવામાં આવશે. અશાંત વિસ્તાર ધારામાં સમાવિષ્ટ અને તેની ફરતેના પાંચસો મીટરના વિસ્તારમાં હવે મિલકતની તબદીલી કરવી હોય તો કલેક્ટરની મંજૂરી જરૂરી છે. વિપક્ષના સભ્યોએ આ વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું કે ગુજરાત શાંત રાજ્ય હોવાનો દાવો થાય છે ત્યારે આવાં કાયદા નિરર્થક છે. લોકોને પોતાની મિલકતની લે-વેચના બંધારણીય અધિકારો ભોગવવા મળે તે સરકારે જોવું જોઇએ. આ કાયદાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ તથા રુપિયા એક લાખ અથવા તબદીલ થયેલી મિલકતના જંત્રીના ભાવના દસમાં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડપેટે ભોગવવાની રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
Embed widget