શોધખોળ કરો

Diwali 2022: રાજય સરકારે નાના માછીમારોને શું આપી દિવાળી ભેટ ? જાણો વિગત

Diwali 2022: ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય અપાશે.

Diwali 2022:  નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે જેમાં આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજય સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.૨૫/- લેખે પ્રતિ માસ મહત્તમ ૧૫૦ લીટર તથા વાર્ષિક ૧૪૭૨ લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી.તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. તદ્અનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.રપ/- થી વધારી રૂ.૫૦/-કરવામાં આવી છે.તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે ૪૦૦૦ જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવો સામે આર્થિક ફાયદો થશે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવાયું છે.

માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાશે

આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ જ્યારે કેરોસીનના ભાવો પેટ્રોલની સરખામણીએ ઓછા હતા ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીનનો વપરાશ કરીને ચલાવતા હતા.હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે.જેથી આવા માછીમારોની લાગણી હતી કે ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે આ સંદર્ભે રાજય સરકાર દ્વારા નાના માછીમારોને ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય ચુકવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત આવા માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલપંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ આપવામાં આવી છે.જેના પરિણામે ડીઝલ વિતરણ કરતા પંપોમાં આંતરીક હરીફાઇ થવાથી માછીમારોને મૂળભૂત સુવિધાઓ તેમજ ગુણવત્તા યુક્ત ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે તેમજ માછીમારોને નજીકના પંપેથી ડીઝલ મળતાં ટ્રાન્સ્પોર્ટેશનનો ખર્ચ પણ ઘટી જશે.જેથી માછીમારો સરળતાથી માછીમારીનો વ્યવસાય સફળતાપૂર્વક કરી શકશે.  

આ ઉપરાંત વર્ષ.૨૦૧૬.૧૭ થી વર્ષ.૨૦૨૦.૨૧ સુધી બાકી રહેલ નાના માછીમારો ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./ઓ.બી.એમ. ની ખરીદી ઉપર સહાયની યોજના અન્વયે  કુલ- ૧૨૮૭ લાભાર્થીઓને રૂ.૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા) લેખે બાકી રહેલ સહાય કુલ રૂ.૭,૭૨,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા સાત કરોડ બોંતેર લાખ વીસ હજાર પુરા) રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ આપવામાં આવતા હોર્ષ પાવર દીઠ વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેમાં ચાર કેટેગરીમાં ક્રમશઃ ૫૦૦૦ લીટર, ૬૦૦૦લીટર, ૭૦૦૦ લીટર તથા ૮૦૦૦ લીટર વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરીમાં ૧ થી ૪૪ હોર્ષ પાવરની બોટોને ૧૩,૦૦૦ લીટરને સ્થાને ૧૮,૦૦૦, બીજી કેટેગરીમાં ૪૫ થી ૭૪ હોર્ષ પાવરની બોટોને ૧૮,૦૦૦ લીટરને સ્થાને ૨૪,૦૦૦,ત્રીજી કેટેગરીમાં ૭૫ થી ૧૦૦ હોર્ષ પાવરની બોટોને ૨૩,૦૦૦ લીટરને સ્થાને ૩૦,૦૦૦ અને ચોથી કેટેગરીમાં ૧૦૧ અને તેથી ઉપરના હોર્ષ પાવરની બોટોને ૨૬૦૦૦ લીટરને સ્થાને ૩૪૦૦૦વાર્ષિક મહત્તમ ડીઝલના જથ્થાનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયના કારણે આશરે ૧૦,૦૦૦ જેટલા માછીમારોને આર્થિક લાભ થશે. 

  • આઉટ બોર્ડ મશીન બોટધારકોને કેરોસીન સહાયની રકમ રૂ. રપ/- થી વધારી રૂ. ૫૦/- કરાઈ:વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો ૧૪૭૨ લીટરથી વધારી ૧૫૦૦ લીટર કરાયો
  •  ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ કરતા આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને કેરોસીનના સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય અપાશે
  •  યાંત્રિક હોડીધારક માછીમારોને ડીઝલ વેટ રાહત યોજના હેઠળ અપાતું ડીઝલ સરકારની માન્યતા પ્રાપ્ત ડીઝલપંપો પૈકી કોઇપણ ડીઝલ પંપ પરથી ડીઝલ ખરીદીવાની છૂટ અપાઈ
  • ટૂ સ્ટ્રોક /ફોર સ્ટ્રોક આઇ.બી.એમ./આઉટ બોર્ડ મશીનની ખરીદી ઉપર સહાય અપાશે
  • માછીમારીની વીસ મીટરથી ઓછી લંબાઇની હોડીઓમાં વપરાતા હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહતમાં હોર્સપાવર દીઠ વાર્ષિક જથ્થામાં વધારો કરાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Embed widget