Drugs: વાપી જીઆઈડીસીમાં DRIની મોટી કાર્યવાહી, 180 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું
Gujarat News: ડીઆરઆઈએ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે, ઉપરાંત એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.
Vapi News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અમલમાં છે. દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યુ જેથી યુવા પેઢી નશાનો શિકાર બની રહી છે. હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લોદોર મળ્યો છે. આ પરિસ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યુ છે.
વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.
અમદાવાદના બાપુનગરમાંથી તાજેતરમાં પકડાયું હતું 19 લાખનું ડ્રગ્સ
તાજેતરમાં અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. એસઓજીએ બાપુનગરમાં મકાનમાંથી 19 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી હતી. આ મામલે એસઓજીએ સાદિક ઉર્ફે બાબુ અંસારી અને તેની પત્ની રુકસાના બાનું ઉર્ફે આઇશા અંસારીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા 3 વર્ષથી મુંબઈથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને પોતે પણ બંધાણી હતા. આ મામલે એસઓજીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલા ભરૂચના વાલિયા જિલ્લામાં અમદાવાદ સીઆઇડી ક્રાઇમે દરોડો પાડીને ડ્રગ્સ બનાવવામાં વપરાતા 7.60 લાખના રો મટિરિયલ સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. તે કેસમાં વડોદરા સીઆઇડી ક્રાઇમે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. વાલિયાની હરિનગર સોસાયટીમાં રહેતા રાકેશ જેનુભાઇ વસાવાની પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા માટે વપરાતા 7.60 લાખના રો મટિરિયલ સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરે ધરપકડ કરી હતી.આ રો મટિરિયલનો ઉપયોગ મેથામ્ફેટામાઇન તથા મેફેડ્રોન બનાવવામાં ઉપયોગ થાય છે. જેની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાય.એસ.પી. એચ.એમ.ચૌહાણ કરી રહ્યા છે. આ કેસમાં વચેટિયા તરીકને ભૂમિકા ભજવનાર અબ્દુલ કાદરી ઐયુબભાઇ મણીયાર તથા બ્રિજકુમાર રમેશભાઇ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે રો મટિરિયલ સપ્લાય કરનાર આરોપી મનોજ પ્રતાપભાઇ ગાર્ગેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુનાની વધુ તપાસ માટે સીઆઇડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં થશે માવઠું