![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં થશે માવઠું
Gujarat Weather Update: રાજ્યમાં શિયાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે.
![Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં થશે માવઠું Gujarat Weather Unseasonal rain forecast in the state, there will be rain in these areas including Ahmedabad Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં થશે માવઠું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/06/02f1ebb25b3349c1e1c5464ca8d97d06169927533651176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Weather: શિયાળાની શરૂઆત સાથે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) November 6, 2023
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે. પરંતુ હવે અંબાલાલ પટેલે વાત કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તારીખ 8થી 12 નવેમ્બરના દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલનું કહેવું છે કે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)