પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામડાઓમાં રાત્રે ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ, જુઓ ડ્રોનનો વિડીયો
Drones were seen in Panchmahal : મોડી રાતે આકાશમાં ડ્રોન જેવી ચમકતી વસ્તુ દેખાતા આ બંને જિલ્લાના ગામડાઓમાં ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભયનું વાતારવરણ ઉભું થયું છે.
Panchmahal : પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.મોડી રાતે આકાશમાં ડ્રોન જેવી ચમકતી વસ્તુ દેખાતા આ બંને જિલ્લાના ગામડાઓમાં ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ભયનું વાતારવરણ ઉભું થયું છે. લુણાવાડા તાલુકાના કેટલાક ગામમાં રાત્રે ડ્રોન ઉડતા હોવાની વાતે જોર પકડ્યું છે.એટલું જ નહીં.તેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ વિડીયો -
પંચમહાલ અને મહીસાગરમાં રાત્રે ડ્રોન દેખાયા #Panchmahal #Mahisagar #Drone pic.twitter.com/QB2zxSWvk3
— ABP Asmita (@abpasmitatv) July 18, 2022
પંચમહાલના મોરવા હડફ તાલુકાના અનેક ગામોમાં ગઈકાલે રાત્રે ડ્રોન જોવા મળ્યા હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. ડ્રોન દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતે 40થી વધુ સરપંચોએ બેઠક યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે. સરપંચોની માગ છે કે, આ મામલે પ્રશાસન તપાસ કરાવે.
ડ્રોનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવા છતાં પ્રશાસનનું કહેવું છે કે, આવા કોઈ ડ્રોનના પૂરાવા મળ્યા નથી. જો ઊંડાણ પૂર્વક તાપસ થાય તો આ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સામે આવી શકે છે.
અગાઉ ગોધરામાં દેખાયા હતા ડ્રોન
પંચમહાલના ગોધરા તાલુકામાં આગાઉ 2 અને 3 જુલાઈના રોજ રાત્રે ડ્રોન દેખાયા હતા. ગોધરાના કેટલાક ગામોમાં રાત્રે ડ્રોન જોવા મળ્યાં હતા. ગોધરા તાલુકાના કાંકણપૂર, ગોઠડા, ટીંબાના મુવાડા ગામના આકાશમાં ડ્રોન દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.