શોધખોળ કરો

Drug: ગુજરાતમાં ચાલી રહેલા ડ્રગ્સ નેક્સેસનો પર્દાફાશ, 230 કરોડના નશીલા પદાર્થ સાથે 13 પેડલરો પકડ્યા, ATS-NCBનું સફળ ઓપરેશન

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને NCBએ શુક્રવારે દરોડા પાડ્યા હતા

Drug Nexus Busted: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં કથિત રીતે 230 કરોડ રૂપિયાના મેફેડ્રૉન ડ્રગ્સ જપ્ત કર્યા છે. ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ સાથે 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને આ બ્લેક ડ્રગ ગેમ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી કાર્યવાહી કરવામાં આવી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને NCBએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ ઉનાણી અને રાજસ્થાનમાં રહેતા કુલદીપસિંહ રાજપુરોહિત ડ્રગ્સની બ્લેક ગેઇમ રમી રહ્યા છે. ગુજરાત એટીએસને જણાવવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ મેફેડ્રોન ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપ્યા હતા, જ્યાં મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

ગુજરાત અને રાજસ્થાનમાં દરોડા, કરોડોનું ડ્રગ્સ પકડાયુ 
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, "ATSએ 22.028 કિલો મેફેડ્રોન અને 124 કિલો લિક્વિડ મેફેડ્રોન રિકવર કર્યું છે, જેની બજાર કિંમત 230 કરોડ રૂપિયા છે. રાજપુરોહિત ગાંધીનગરમાં દરોડા દરમિયાન ઝડપાયો હતો, જ્યારે અનાની સિરોહીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 

એવું કહેવાય છે કે રાજસ્થાનના સિરોહી અને જોધપુર સ્થિત ઉત્પાદન એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગાંધીનગરના પીપળજ ગામ અને અમરેલી જિલ્લાના ભક્તિનગર ઔદ્યોગિક વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.

વલસાડમાંથી ડ્રગ્સ બનાવવા માટે મળતો હતો કાચો માલ
તપાસમાં જાણવા મળ્યું કે ડીઆરઆઈ દ્વારા 2015માં રાજસ્થાનમાં એક ઔદ્યોગિક એકમમાં મેફેડ્રોનના ઉત્પાદનમાં સંડોવણી બદલ અનાનીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તે સાત વર્ષ સુધી જેલમાં રહ્યો. અખબારી યાદીમાં જણાવાયું છે કે તમામ આરોપીઓ એકબીજા સાથે જોડાયેલા છે અને વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારની એક કંપનીમાંથી ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ લાવતા હતા.

હાલમાં આ લોકો કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને આ પહેલા કોઈને ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ વેચ્યું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આ સમગ્ર કાળા ડ્રગના વેપારમાં કોણ કોણ સામેલ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget