ગુજરાતમાં કોરોનાથી થયા 2 લોકોના મોત, સૌરાષ્ટ્રમાં પણ વધ્યું સંક્રમણ, જાણો રાજ્યમાં શું છે સ્થિતિ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. જ્યારે 3 લોકોનાં મૃત્યુ થયા છે.
Coroanavirus:રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. જ્યારે 3 લોકોનાં મૃત્યુ થયા છે.
ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે ગાંધીધામના કાર્ગો વિસ્તારોમાં રહેતી ૯ માસની બાળકીનું મોત થયું છે. તો બીજી તરફ વલસાડમાં પણ કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત થયુ છે. અહીં મોગરાવાડીની કોરોના પોઝિટિવ મહિલાનું મોત થયું છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. આ સાથે જ લાંબા સમય બાદ કુલ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 219 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529 પહોંચ્યો હતો. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 219 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ શહેરમાં 19,સુરત શહેરમાં 25, મોરબીમાં 18, અમરેલી 15, મહેસાણા 12 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. જેની સામે 162 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 ટકા નોંધાયો છે. તેમજ આજે 162 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1529 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 162 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 543 લોકોને રસી અપાઈ
Corona : કાળમુખા કોરોનાને લઈ એડવાઈઝરી, 10-11 એપ્રિલ માટે કેન્દ્રના 'ખાસ' આદેશ
દેશમાં કોરોના વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં લોકોને કોવિડ માટે નિર્ધારિત સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે લોકોને ભીડવાળી અને બંધ જગ્યાઓએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે જ છીંક કે ખાંસી વખતે નાક અને મોં ઢાંકવા માટે રૂમાલ/ટીશ્યુનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. હાથની સ્વચ્છતા જાળવવા સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને જાહેર સ્થળોએ થૂંકવાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર તપાસને પ્રોત્સાહન આપવા અને લક્ષણો વિશે પ્રારંભિક માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જો શ્વાસ સંબંધી રોગોથી પીડિત હોય તો વ્યક્તિગત સંપર્ક મર્યાદિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 10 અને 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્તરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. જેથી તેનો સામનો કરવા માટેની તૈયારીઓનો તાગ મેળવી શકાય. મોક ડ્રીલમાં ICU બેડ, તબીબી સાધનો, ઓક્સિજન અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 27 માર્ચે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં મોકડ્રીલ સંબંધિત તમામ માહિતી શેર કરવામાં આવશે.
146 દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.33 ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.23 ટકા નોંધાયો હતો. આ સાથે ભારતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 4,47,02,257 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.02 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.79 ટકા નોંધાયો છે.
કેસમાં વધારો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 હજુ ખતમ નથી થયો. તેમણે અધિકારીઓ પર જીનોમ સિક્વન્સિંગ વધારવા અને લોકો દ્વારા કોવિડ-યોગ્ય વર્તન અપનાવવા ભાર મૂક્યો હતો.