Heart Attack Death: અંકલેશ્વરમાં હાર્ટ અટેકથી વધુ એક માસૂમે ગુમાવ્યો જીવ, 10 વર્ષિય બાળકીનું મોત
રાજ્યમાં હાર્ટ અટેકની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી તો હાલ હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
![Heart Attack Death: અંકલેશ્વરમાં હાર્ટ અટેકથી વધુ એક માસૂમે ગુમાવ્યો જીવ, 10 વર્ષિય બાળકીનું મોત due to heart attack 10 year old girl died in bharuch Heart Attack Death: અંકલેશ્વરમાં હાર્ટ અટેકથી વધુ એક માસૂમે ગુમાવ્યો જીવ, 10 વર્ષિય બાળકીનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/7b77f2ee3d3b87879f6df3af710e8d78169891764647981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે સુરત અને પાટણ બાદ અંકલેશ્વરમાં પણ હૃદય બંધ થતાં ત્રણ વ્યક્તિએ જિંદગી ગુમાવી છે. અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ધોરણ ચારમાં અભ્યાસ કરી રહેલી બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટએટેક આવ્યાનું અનુમાન છે. બાળકીના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
સુરતમાં 27 વર્ષિય સંજય ચૌહાણનું મૃત્યું થયું છે.
સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે. 27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે. સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી. એસટી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા 108 ને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડયા હતા. પાટણ લુણાવાડા રૂટની બસમાં આ ઘટના બની હતી. ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતા બસ બેકાબૂ બની હતી અને બસ ખાડામાં ઉતરી ગઇ હતી જો કે સદભાગ્યે પેસેન્જર્સનો આબાદ બચાલ થયો હતો. પોલાજપુર પાટિયા થી વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઇ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)