શોધખોળ કરો

Heart Attack Death:ગરબે રમતા-રમતા યુવકને આવ્યો હાર્ટ અટેક, નાકમાં બ્લિડિંગ બાદ મોત

વધતાં જતા હાર્ટ અટેકના કેસે ચિતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકે વધુ એક નવજુવાની જિંદગીનો ભોગ લીધો છે, કપડવંજમાં ગરબે ઘૂમતો યુવક અચાનક ઢળી પડ્યો

કપડવંજ:રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ખેડાના કપડવંજમાં કપડવંજમા   17 વર્ષિય યુવકનું  હાર્ટએટેકના કારણે મોત થયું છે.

ખેડાના કપડવંજમાં  છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે.  કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક  નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું.  યુવકની સ્થિતિને જોતા તેમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક  રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.

તો બીજી તરફ રાજકોટમાં વધુ એખ આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી. રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. મૃતક યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તબીબ દ્વારા રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું.  

અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget