શોધખોળ કરો

Heart Attack: રાજ્યમાં હાર્ટ અટેકથી વધુ 5નાં મોત, મોરબી સહિત આ શહેરમાં આશાસ્પદ યુવકોએ ગુમાવી જિંદગી

રાજ્ય હાર્ટ અટેકથી થતાં મોતનો સિલસિલો થંભવાનું નામ નથી લેતો, આજે રાજ્યમાં 5 યુવકે હાર્ટ અટેકથી જિંદગી ગુમાવી છે.

Heart Attack Death :કોરોનાની મહામારી બાદથી રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના સતત કિસ્સા બની રહ્યાં છે. આજે વધુ 5 આશાસ્પદ યુવકના હાર્ટ અટેકના કારણે મોત થયા છે. રાજકોટ, મોરબી, કપડવંજમાં એક-એક અને સુરતમાં બે યુવકના હાર્ટ અટેકના કારણે મોત થયા છે.

રાજકોટમાં મસાલાના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 39 વર્ષના હિમાંશુ કિરીટભાઈ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિમાંશુ રાઠોડ  રાજકોટ ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નંબર 46માં રહેતા હતા અને મસાલાનો બિઝનેસ કરતા હતા. હાર્ટ અટેકથી અચાનક મોત થતાં પરિવારજનો સ્તબ્ધ છે.

તો બીજી તરફ મોરબીમાં હાર્ટ અટેકે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. મોરબી જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત  થયું છે. યુપીના રામ સિધારે નામના 40 વર્ષીય યુવાનું હાર્ટ અટેકના કારણે  મોત થયું છે. તેઓ
ટંકારાની સાલદીપ વિનાઇલ નામની ફેકટરીમાં કામ કરતા હતા. આ સમય ચાલુ કામે જ તેમને છાતીમાં દુખાવો થયો અને હાર્ટ અટેકના કારણે અચાનક ઢળી પડ્યા. બાદ તેમને તાબડતોબ  હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવાર પર દુ:ખનો જાણે પહાડ તૂટી પડ્યો.

ખેડાના કપડવંજમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. કપડવંજ નગરપાલિકાના 31 વર્ષિય સફાઈ કામદાર રાહુલ સોલંકીનું હાર્ટ એટેકથી મોત  થયું પાલિકાના પીડબલ્યુડી વિભાગમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા આ યુવક સવારે ઉઠી પાણી ભરતા હતા. આ સમયે  અચાનક છાતીમાં  દુખાવો ઉપાડ્યો હતો બાદ તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જો કે કમનસીબે આ દરમિયાન હાર્ટ અટેક આ જતાં તેમનું મોત થયું છે. તેમના મોતથી 10 મહિનાની પુત્રી અને પાંચ વર્ષિય પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.     

સુરત શહેરમાં પણ હાર્ટ અટેકે વધુ બે આશાસ્પદ યુવકના જીવ લીધા છે. સુરતના સૈયદપુરામાં હીરાની ઓફિસમાં કામ કરતા 25 વર્ષીય યુવક અચાનર બેભાન થઇ ગયો હતો. તેમને જ્યારે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તો તબીબે તેમને મૃત જાહેર કર્યો. બીજી તરફ હજીરાના મોરાગામે ઘરે ખુરશીમાંથી અચાનક ઢળ પડતાં  34 વર્ષીય યુવકનું મોત થયું છે.  આ બંનેના હાર્ટ અટેકથી મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા  બાદ કારણની સ્પષ્ટતા થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget