શોધખોળ કરો

Jamnagar : MLA મેડમના ગુસ્સાનું આખરે શું હતું કારણ, રિવાબાએ કર્યો ખુલાસો, જુઓ વીડિયો

શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે.

જામનગર:શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે.

જામનગરમાં શહીદોની શ્રદ્ધાજલિ અતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં લાલઘૂમ જોવા મળ્યાં. રિવાબા સાંસદ અને ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આક્રોશમાં જોવા મળ્યાં હતા. તેમના ગુસ્સાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે તેમણે આ મામલે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સમગ્ર મુદ્દો શું હતો તે મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

રિવાબાના ગુસ્સાનું કારણ શું હતું?

ઉત્તર જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા આજે મેરી મિટ્ટી મેરા દેશ અને શહીદોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હેઠળ જામનગરમાં આયોજીત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં શહીદોને પુષ્પાંજલિ આપવા માટે સૌથી પહેલા સાંસદ પૂનમ બહેને અનુરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ ચપ્પલ ઉતાર્યા વિના જ શહીદોને શ્રદ્ધાજલી આપી બાદ રિવાબાનો ટર્ન હતો અને તેમણે શહીદોને સન્માનમાં ચપ્પલને ઉતારીને પુષ્પાંજલિ આપી બાદ તમામ લોકોએ રિવાબાની જેમ ચપ્પલ ઉતારીને પુષ્પાંજલિ અર્પણ કરી.

આ વાતને લઇને સાંસદ પૂનમ બહેન માડમે કોઇનું નામ લીધા વિના કહ્યું કે. કેટલાક ભાન વિનાના લોકો ઓવરસ્માર્ટ થાય છે. પીએમ કે રાષ્ટ્રપતિ પણ શહીદના સ્મારક પર ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ નથી આપતા જ્યારે અહીં બધા ચપ્પલ ઉતારીને. આ મુદ્દે રિવાબા ગુસ્સે થયા હતા અને શહીદોને સન્માનમાં ચપ્પલ ઉતારવા એ ઓવરસ્માર્ટનેસ નથી તેવો જવાબ આપ્યો હતો. બાદ  પૂનમ બહેન માડમનો પક્ષ લેતા મેયર બીના બહેન પણ રિવાબા સામે ઉદ્ધતાઇથી વાત કરીને હતી. જે સમગ્ર ઘટનાને લઇને રિવાબા રોષે ભરાયા હતા.

રિવાબાએ આ સમગ્ર ઘટના વિશે સ્પષ્ટીકરણ આપતા મીડિયાકર્મીને પણ સત્ય, નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી

ઘટનાને લઇને સી.આર પાટિલે શું કહ્યું 

સી.આર.પાટીલે શું કહ્યું?
ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા આ મુદો હાલ ચર્ચામા છે. આ ઘટનાને લઇને જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

કોંગ્રેસે સમગ્ર ઘટનાને લઇને કરી ટીકા

સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ભાજપ માત્ર કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપની આ જાહેરની ભવાઇ છે. અમાપ સતા અને બેફામ ભષ્ટ્રાચાર અને અહંમનું આ વરવું પ્રદર્શન છે. આ ભાજપની ભવાઇનો ભોગ આખરે જનતા બને છે. ભાજપમાં આવી ગેરશિસ્તના નમૂના વારંવાર સામે આવે છે, કારણે ભાજપમાં નેતા સત્તા માટે લડે છે નહિ કે જનતાની સમસ્યા માટે લડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget