શોધખોળ કરો

Dwarka News: એક યુવકને બે પત્ની, બંનેમાં કોઈ કારણોસર થયો ઝઘડોને પછી....

ઘટનામાં રેશ્મા ઓસમાણ અબુબકર ગજણ (ઉ.28)નું મૃત્યુ થયું, તો બીજી પત્ની ગુલશન ઉમર વર્ષ 32 હોસ્પિટલ બિછાને છે.

Dwarka News: દ્વારકા જિલ્લાના સલાયામાં સમાજ માટે લાલ બત્તી સમાન ઘટના સામે આવી છે. બે પત્ની ધરાવતા યુવકની બન્ને પત્નીઓ બાખડી હતી. સલાયાનો રેહવાસી ઓસમાણ ગજણ  2 પત્નીઓ ધરાવે છે. ઝઘડા બાદ બંન્ને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનામાં રેશ્મા ઓસમાણ અબુબકર ગજણ (ઉ.28)નું મૃત્યુ થયું, તો બીજી પત્ની ગુલશન ઉમર વર્ષ 32 હોસ્પિટલ બિછાને છે.

વડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને 100 મીટર સુધી ઢસડી હતી. સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. કુંભારવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર કોબા હાઇવે ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું અજાણી કારની અડફેટે મોત નીપજ્યું છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાં વધતા અકસ્માતો વચ્ચે હવે હિટ એન્ડ રનના બનાવ વધ્યા છે ત્યારે ગઈકાલે સાંજે કોબા પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વૃદ્ધનું મોત થઈ ગયું છે જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોબા પાટીયા પાસે રહેતો ખોડાજી નાગજીજી ઠાકોર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે તેના પિતા નાગજીજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે સાંજે ખોડાજી ઘરે હાજર હતો. એ દરમિયાન તેના પિતા ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. જેની થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. તેને જાણવા મળ્યું હતું કે તેના પિતા ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી નાગજીજીને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડયા હતા.આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત નાગજીજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Embed widget