શોધખોળ કરો
'વાયુ' વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતના ક્યા સૌથી મોટા યાત્રાધામમાં ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ગયાં ?
બુધવારે સાંજે ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ મનાતા અંબાજીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકાનો અનુભવ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અમદાવાદઃ ગુજરાત પર 'વાયુ' વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહીના કારણે લોકોમાં ફફડાટ હતો ત્યાં બુધવારે સાંજે ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ મનાતા અંબાજીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકાનો અનુભવ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, અંબાજીમાં બુધવારે બપોરે 4. 17 કલાકે બેથી અઢી મિનિટના ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.3 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. ભૂકંપનું એપી સેન્ટર અમીરગઢનું કેંગોરા હોવાનું જાણવા મળ્યું છે. વેરાવળમાં બે પોલીસ યુવતીઓએ કઈ રીતે મહિલાને બચાવી? જુઓ વીડિયો
વધુ વાંચો





















