શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કચ્છના અનેક વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર
કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી હતી. કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
![કચ્છના અનેક વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર Earthquake shakes many parts of Kutch, epicenter 12 km away from Anjar કચ્છના અનેક વિસ્તારોમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/25143411/earthqauk-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છ: કચ્છની ધરા ફરી એકવાર આજે ધ્રુજી હતી. કચ્છમાં કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં સવારે 8 વાગ્યેને 18 મિનિટે આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેંદ્રબિંદુ અંજારથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પહેલા ત્રણ દિવસ અગાઉ 22 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂંકપના 10 આંચકા અનુભવાયા હતા. જેમાં પોરબંદરમાં ભૂંકપના અલગ અલગ તીવ્રતાના સાત આંચકા અનુભવાયા હતા. જામનગરના લાલપુરમાં રાત્રે બે આંચકા અનુભવાયા હતા જેની 1.9 અને 2.1 ની તીવ્રતા નોંધાઈ હતી અને કચ્છના ધઇથી 10કિમી દૂર ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો જેની રિક્ટ સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઈ હતી. આમ વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં પણ ભયનો માહોલ બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion