(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: સરદાર સરોવર ડેમ પાસે અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તિવ્રતા
Earthquake: એક તરફ ગુજરાતમાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે બીજી તરફ આજે સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદૂ સરદાર સરોવર ડેમથી 30 કિમી દૂર નોંધાયું છે.
Earthquake: એક તરફ ગુજરાતમાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે બીજી તરફ આજે સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર ડેમ નજીક અનુભવાયેલા આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી. આ ઉપરાંત ભૂકંપનું કેન્દ્રબિંદૂ સરદાર સરોવર ડેમથી 30 કિમી દૂર નોંધાયું છે. બપોરે 2 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાથી જોઈ જાનમાલને નુકસાન થયું નથી.
ગુજરાતના આ ડેમમાં 5 દિવસમાં 15 ફૂટ સપાટીમાં વધારો
Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો છે. 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના સિઝનની શરૂઆતમાં ડેમમાં 1752 MCM પાણીની આવક થઈ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી છે. તમને જણાવી દઈએ કે, ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં ઉકાઇ ડેમની સિંચાઈની વ્યવસ્થા થાય છે. ઉકાઈમાં પાણીની આવક થતા 5 લાખ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરત શહેર સહિત જિલ્લાના 80 લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે ઉકાઈ.
- રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૨ થી ૩ ઈંચ વરસાદ
- રાજ્યના ૩૮ તાલુકાઓ મા ૧ થી ૨ ઈંચ વરસાદ
- રાજ્યમાં સીઝનનો વરસાદ ૫૬.૧૩ ટકા થયો
- સરેરાશ વરસાદની સામે કચ્છ ઝોનમાં ૧૦૧ ટકા વરસાદ થયો
- દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧.૮૮ ટકા વરસાદ
- સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૬.૬૧ ટકા વરસાદ
- મધ્ય પૂર્વ ગુજરાત ઝોનમાં ૪૩.૭૨ ટકા વરસાદ
- સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૦.૯૧ ટકા થયો
વલસાડ જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
- ઉમરગામ 66 mm
- કપરાડા 127 mm
- ધરમપુર 140 mm
- પારડી. 60 mm
- વલસાડ 61 mm
- વાપી 69 mm ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વરસાદનું જોર આંશિક રીતે ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જિલ્લાના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં ૫ ઈંચ, નવસારીના ખેરગામ તથા ચીખલી તાલુકામાં ૪-૪ ઈંચ, ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ મધુબન ડેમમાં પાણની આવક યથાવત છે. ડેમમાં 51,260 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 63, 085 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઓરંગાના પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મધુબન ડેમના 10 દરવાજા 2.00 મીટર ખોલવામાં આવ્યા છે.